Tuesday, March 3, 2020

રાજપીપળા થી પેટ્રોલ લઈને ઓરી જતા કુંવરપુરા ગામ પાસે મોટરસાયકલ સ્લીપ થઈ જતાં આગનો ભડકો થતા મોટરસાયકલ સવારનું દાઝી જતા મોત.

પ્રતિકાત્મક તસવીર 
રાજપીપળા થી પેટ્રોલ લઈને ઓરી જતા કુંવરપુરા ગામ પાસે મોટરસાયકલ સ્લીપ થઈ જતાં આગનો ભડકો થતા મોટરસાયકલ સવારનું દાઝી જતા મોત.
આ પણ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post_3.html

 રાજપીપળા: રાજપીપળાથી પેટ્રોલ લઈને ઓરી ગામે જતી વખતે કુંવરપુરા ગામ પાસે મોટરસાયકલ સ્લીપ થઈ જતા આગનો ભડકો થતાં મોટરસાયકલ સવાર ગંભીર રીતે દાઝી જતાં 16 વર્ષના યુવાનનું મોત નિપજયું હતું. આ અંગે રાજપીપળા પોલીસ મથકે અકસ્માતે મોતના  ગુનાની ફરિયાદ નોંધાય છે.
Advertise
ગુનાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

  ફરિયાદની વિગત અનુસાર મરનાર 16 વર્ષીય ઓરી ગામનો યુવાન કિરણભાઈ દિનેશભાઈ વસાવા તથા મેહુલકુમાર રાકેશભાઈ માછી (ઉં.વ.13) મોટરસાયકલ પર પાછળ બેસીને રાજપીપળાથી પેટ્રોલ લઈને ઓરી જતા હતા. ત્યારે અચાનક આગનો ભડકો થતા કિરણભાઈ શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાં તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરતા ત્યાં તેનું સારવાર દરમિયાન કિરણભાઈનું મોત નિપજતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અહીં વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post_3.html

 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા
KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

No comments:

Post a Comment