Monday, March 2, 2020

રાજપીપળા ખાતે જીન કમ્પાઉન્ડમાં શ્રીમદ ભાગવત કથા પારાયણ માં ભક્તો ઉમટ્યા.


રાજપીપળા ખાતે જીન કમ્પાઉન્ડમાં શ્રીમદ ભાગવત કથા પારાયણ માં ભક્તો ઉમટ્યા.
  વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવતા ચૈતન્યસ્વરૂપદાશજી સ્વામી.
  રાજપીપળા: રાજપીપળા ખાતે આવેલ જીન કમ્પાઉન્ડ માં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાને નિલકંઠધામ પોઇચા પ્રેરિત અવગત નીલકંઠ યુવા મિત્ર મંડળ રાજપીપળા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
                            Advertise
વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવતા ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી કરાવી રહ્યા હોય કથા સાંભળવા મોટી સંખ્યામાં ભકતોની ભીડ જામી હતી. વ્યાસપીઠ પરથી સરળ રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવતા શાસ્ત્રી ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે જીવનનો સારાંક્ષ ભાગવત ગ્રંથમાં છે.
આ પણ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post_76.html

આ ગ્રંથ વાંચવાથી જીવનની બધી જ સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે જ્યારે શાસ્ત્રી મંગલ સ્વરૂપદાસજી સ્વામીએ પણ અલગ અલગ દ્રષ્ટાંતો આપી માનવ ધર્મ અને જીવનના સત્ય વિશે સમજણ આપી હતી. જેમાં મુખ્ય યજમાન તરીકે રાજેશ પટેલ અને ઘનશ્યામ પટેલે યોગદાન આપ્યું હતું.
અહીં વધુ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com

  રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

No comments:

Post a Comment