Ⓜ️સેન્દ્રિય ખેતી એ એક એવી વિચારધારા છે કે જેના દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન લઇ શકાય છે અને પર્યાવરણ પણ જાળવી શકાય કહ્યું:-સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા
Ⓜ️આપણે સૌ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીએ તો ઓછી જમીનમાં વધારે ઉત્પાદન મેળવી શકીએ અને વધુ આવક મેળવી શકાય છે કહ્યું:-જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઇ વસાવા
Ⓜ️ગરૂડેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે દ્વિ-દિવસીય પાક પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન ખુલ્લું મુકાયું.
રાજપીપળા: રાજપીપલા ખેડૂત તાલીમ કેન્દ્ર તથા નર્મદા એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના ખેડૂત ભાઇઓ-બહેનોને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજી અને નવીનતમ ખેતી પધ્ધતિ અંગેનું અદ્યતન માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગરુડેશ્વર ખાતે યોજાયેલા કૃષિમેળો -૨૦૨૦ અંતર્ગત દ્વિદિવસીય પાક પરિસંવાદને અને કૃષિ પ્રદર્શનને છોટાઉદેપુરના સંસદસભ્ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ ડૉ. જીન્સી વિલીયમ, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમને દિપપ્રાગટય દ્વારા ખૂલ્લુ મૂકાયું હતું.
આ પણ જુઓ:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/02/blog-post_55.html
આ પ્રસંગે છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, સેન્દ્રિય ખેતીએ એક એવી વિચારધારા છે કે, જેના દ્વારા ગુણવતાયુક્ત ઉત્પાદન લઇ શકાય છે અને પર્યાવરણ પણ જાળવી શકાય છે તેમજ મિશ્ર ખેતી સાથે એક જ જમીન ઉપર એકનો એક પાક ન લેતા પાક બદલતો રાખવો જોઇએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ આવકને બમણી કરવા અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મુકી છે જેનો તમામ ખેડુતોએ લાભ લેવો જોઈએ તેમજ ટપક સિંચાઈ થકી આછી મહેનતે વધુ આવકપણ મેળવી શકાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે ખેતી તો કરીએ છીએ તેની સાથોસાથ બાગાયત, પશુપાલનનો વ્યવસાય પણ કરવાથી આવક વધુ મેળવી શકાય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે નર્મદા જિલ્લામાં મેડીકલ કોલેજની મંજુરી આપી છે તે આપણા સૌ માટે ગર્વની વાત છે.
તાં. ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા કૃષિ પ્રશ્નોત્તરી, લેખિત પરીક્ષા, નમૂના ઓળખ સ્પર્ધામાં વિજેતા ૧૨ જેટલા ખેડૂત ભાઇઓ-બહેનોને મહાનુભાવોના હસ્તે ઇનામ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે વર્ષ ૨૦૧૮-૧૯ ના બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગૃપને રૂા.૨૦ હજાર તેઓશ્રીના એકાઉન્ટમાં RTGS થી ટ્રાન્સફર કરેલ છે, તેવા ગૃપ નાંદોદ તાલુકાના વાઘેથા ગામના જય સતનામ સાહેબ ખેડુત મંડળ, સાગબારા તાલુકાનું નાની નાલ ગામનું સોતાલી યાહા સખી મંડળ, દેડીયાપાડાનું રેલ્વા ગામનું ખેડુત મંડળ વિકાસ ફાર્મર ઇન્ સંયુક્ત ખેતી નિયામકશ્રી એમ.કે.કુરેશી સહિત વિશાળ સંખ્યામાં ખેડુત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીશ્રી, અધિકારીશ્રીઓ અને ખેડૂત ભાઇઓ-બહેનોએ પ્રદર્શન સ્ટોલ્સનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને જાત માહિતી મેળવી હતી.
પ્રારંભમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ર્ડો. નિલેશ ભટ્ટે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતાં અને અંતમાં નાયબ ખેતી નિયામકશ્રી ઢીમરે આભારદર્શન કર્યું હતું.
તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપલા
KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965

No comments:
Post a Comment