Friday, February 28, 2020

વિધાનસભા / ટ્રમ્પની મુલાકાતનાં ખર્ચ માટે રાજ્ય સરકારે રૂપિયા 8 કરોડ - AMC એ 4.5 કરોડ મંજૂર કર્યા, 100 કરોડની વાતમાં દમ નથી: CM


વિધાનસભા  /  ટ્રમ્પની મુલાકાતનાં ખર્ચ માટે રાજ્ય સરકારે રૂપિયા 8 કરોડ - AMC એ 4.5 કરોડ મંજૂર કર્યા, 100 કરોડની વાતમાં દમ નથી: CM 
અમદાવાદઃ અમેરિકી રાષ્ટપ્રમુખ અને પીએમ મોદીએ 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં કરેલા ‘નમસ્તે ટ્રમ્પ’ના કાર્યક્રમ પાછળ થયેલા ખર્ચ અંગે મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ટ્રમ્પની મુલાકાતના ખર્ચ માટે રાજ્ય સરકારે રૂ.8 કરોડ મંજૂર કર્યાં છે. જ્યારે AMCએ રૂ.4.5 કરોડનો ખર્ચ કર્યો છે. રૂ.100 કરોડનો ખર્ચ કર્યો હોવાની વાતમાં દમ નથી.ટ્રમ્પની મુલાકાતનો લાભ ગુજરાત અને દેશને થવાનો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેડિયમની આસપાસના રોડ રિસરફેસિંગ કરવામાં આવ્યા હતા. તેમજ ઔડા દ્વારા પણ રોડ તેમજ ફૂટપાથ પણ બનાવવામાં આવી હતી.
જે સાચું છે તે મુખ્યમંત્રીએ કહ્યું છેઃ નાયબ મુખ્યમંત્રી
જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ટ્રમ્પનાં પ્રવાસ ખર્ચ પર કોંગ્રેસના બધાં આક્ષેપો પાયાવિહોણા અને ખોટા છે.જે સાચું છે તે મુખ્યમંત્રી એ કહ્યું છે.

KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

No comments:

Post a Comment